Rajkot: રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં 24 લોકોના મોત થયા છે. TRP ગેમઝોનમાં 24 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં 24 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.
આગની એટલી ભીષણ છે કે, તેને કાબુમાં લેવા મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. આ ઉપરાંત ઘાયલોને સારવાર માટે લઈ જવા 15થી વધુ એમ્બ્યુલન્સ સ્થળે તૈનાત કરાઈ છે. ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ મૃત્યુઆંકની જાણકારી સામે આવશે.
તમને જણાવી દઈએ કે, નાના મોવા વિસ્તારમાં TRP ગેમઝોનમાં આગની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતા જોઈને, પોલીસ કમિશ્નર અને કલેક્ટર પણ ઘટનાસ્થળે હાજર છે. ગેમઝોનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે. ત્રણ માળના ગેમઝોનમાં કેટલા લોકો ફસાયા છે તે કહેવુ મુશ્કેલ છે. હાલમાં ભીડ ન કરવાની પોલીસે અપીલ કરી છે. આગના સમયે 5 કિમી દૂર સુધી ધૂમાડા દેખાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું
તો બીજી તરફ આ ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ રાહત કામગીરી માટે આદેશ આપ્યા છે. રાજકોટ કમિશ્નરને મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે આદેશ આપ્યા છે. સીએમએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું,
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સવેંદના વ્યક્ત કરી
રાજકોટ ગેમઝોન આગ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટિલે સંવેદન વ્યક્ત કરી છે. સીઆર પાટીલે રાજકોટ શહેરના તમામ કોર્પોરેટર ધારાસભ્યોને મદદ માટે આગળ આવવા સૂચના આપી છે. ઘટના ખુબ જ દુઃખદ હોવાનું જણાવ્યું છે.