રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. એક તરફ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, બીજી તરફ કોરોનાથી મોતની સંખ્યા પણ વધી રહી છે. રાજકોટમાં કોરોનાના કારણે વધુ 4 લોકોના મોત થયા છે. મોરબીની 78 વર્ષય મહીલાનું મોત થયું છે. ગોંડલની 75 વર્ષીય મહિલાનું મોત થયું છે.
સુરેન્દ્રનગરના નિવૃત PSI ચંદ્રકાન્ત શુકલા અને રાજકોટના 57 વર્ષીય પુરુષનું કોરોનાથી મોત થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 965 કેસ નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 48441 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 20 લોકોનાં મોત થયા છે અને 877 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 34882 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે.
આરોગ્ય વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 20 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત નિપજ્યું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન -6, સુરત કોર્પોરેશનમાં 6, સુરત-3, દાહોદ 2, ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1 અને જામનગરમાં 1 મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2147 પર પહોંચ્યો છે.