ગાંધીનગરઃ પ્રાંતીયા ગામના ત્રણય યુવકોએ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગર તાલુકાની માનસિક અસ્થિર યુવતીને પાંચ દિવસ પહેલા સગીર માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ગત 24મી જુલાઇએ રાત્રે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. 


પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, એક છોકરીને પ્રાંતીયાના ત્રણ યુવકો લલચાવી-ફોસલાવીને બાઇક પર બેસાડીને ચિલોડા લઈ ગયા હતા. અહીં તેને નાસ્તો કરાવી અને ઠંડુ પીવડાવી એક ફેક્ટરી પાસે આવેલા ખેતરમાં લઈ ગયા હતા. અહીં યુવતી સાથે ત્રણેયે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 


પોલીસે જણાવ્યું હતું કે, આ અંગે પરિવારે આરોપીઓ સામે ગત 24મી જુલાઇએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી લીધી છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, 5 દિવસ પહેલાં ભોગ બનનાર યુવતી સાંજના સમયે ચાલવા નીકળી હતી. જોકે, એક કલાક પછી પણ યુવતી ઘરે પરત ફરી નહોતી. આ પછી રાત્રે યુવતી ઘરે આવી ત્યારે તેના કપડાં અને વાળ વિખરાયેલા હતા. 


દીકરીની હાલત જોઇને માતાએ તેની પૂછપરછ કરતાં તેણે પોતાની સાથે બનેલી ઘટના જણાવી દીધી હતું. જોકે, તેની સાથે હવસસંતોષનારના નામ આપ્યા નહોતા. આથી પરિવારે પોતાની રીતે તપાસ કરતાં યુવતીના ફોનમાંથી એક નંબર મળી આવ્યો હતો. જેની તપાસમાં એક યુવકનો હોવાનું સામે આવ્યું હતું. જેને પકડી લઈ પૂછપરછ કરતાં વધુ બે યુવકોના નામ સામે આવ્યા હતા. તેમજ આ ત્રણેયે બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું હતું. 

Surat : ઘરજમાઈએ સાળી સાથે શરીર સુખ માણી માણીને કરી દીધી પ્રેગ્નન્ટ, ફરિયાદ થતાં 20 વર્ષની થઈ સજા,પેરોલ પર આવ્યો બહાર ને........


સુરત : પનાસમાંથી 11 વર્ષીય સાળાનું અપહરણ કર્યા પછી તેની હત્યા કરવાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ આરોપીને સગી સાળી પર બળાત્કાર ગુજારવાના કેસમાં 20 વર્ષી જેલની સજા થઈ છે. ત્યારે આ કેસમાં પેરોલ પર આવેલા આરોપીએ સાળી સાથે સમાધાન ન થતાં સાળાનું અપહરણ કરીને તેની હત્યા કરી નાંખી હતી. હ્તાય પછી આરોપી બનેવી બિહાર ભાગી ગયો છે. ત્યારે પોલીસે તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. 


આ અંગેની વિગતો એવી છે કે, હત્યારા ડબલ્યુસીંગ રાજપૂતે મૃતકની મોટી બહેન સાથે લવ મેરેજ કર્યા છે. લગ્ન પછી તે ઘર જમાઇ તરીકે રહેતો હતો. આ સમયે તેણે પોતાની સાળી પર નજર બગાડી હતી વર્ષ 2018માં સગીર સાળી સાથે વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે સાળીએ પોલીસ ફરિયાદ કરી હતી અને આ ગુનામાં બનેવીને 20 વર્ષની સજા થઈ હતી. 


લાંબા સમયથી જેલમાં આરોપી તરીકે રહેલા યુવકને તેની પત્નીએ જ જામીન પર છોડાવ્યા હતો અને થોડા દિવસ પહેલા જામીન પર છૂટ્યો હતો. આ પછી તે સતત યુવતીના પરિવાર સાથે સમાધાન કરવા માટે પ્રેશર કરતો હતો. જોકે, સાળી સમાધાન કરવા માટે તૈયાર ના થતા આરોપી બનેવીએ પોતાના સગા સાળાનું અપહરણ કરી તેની હત્યા કરી પરિવાર સાથે બદલો લેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે.


ગઈ કાલે આ બાળકની હત્યા કરાયેલી લાશ ડુમસ વિસ્તારમાંથી મળી આવી હતી. પોલીસ તપાસમાં લાજપોર જેલમાં બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીએ જેલમાંથી છૂટ્યા બાદ સગા સાળાનું અપહરણ કરી તેની ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને હવે બાળકની લાશ મળી આવતા, પોલીસે આ મામલે તાત્કાલિક અસરથી હવે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ખટોદરા પોલીસની ટીમ હત્યારાને પકડવા માટે બિહાર રવાના થઈ છે. 


હત્યારા ડબલ્યુસીંગ રાજપૂત (રહે. ઘનકુંડગામ, બિહાર)એ 11 વર્ષના સાળાનું અપહરણ કરી તેને ડુમસ સાયલન્ટ ઝોન પાસે અવાવરુ ખંડેર જગ્યા પર લઈ જઈ માથામાં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ પછી ત્યાંથી વતન બિહાર ભાગી ગયો હતો.