રાજકોટ:  રાજકોટ શહેરમાં આગ લાગવાની ઘટના સામાન્ય બની ગઈ છે.  રાજકોટમાં ફરી એક વખત આગની ઘટના બની છે.  રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આગ લાગી છે. EPP કંપનીના પાછળના ભાગે કચરામાં આગ લાગી છે. વેસ્ટ જથ્થામાં આગ લાગી હોવાનું અનુમાન છે. હાલ તો ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. 

Continues below advertisement

કચરામાં આગ લાગી

મેટોડા GIDC માં આગની ઘટના સામે આવી છે.  EPP નામની કંપનીના પાછળના ભાગમાં કચરામાં આગ લાગી છે.  ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી છે.  વેસ્ટ માલમાં આગ લાગી હોવાનું અનુમાન છે. આ આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. આગ લાગવાનું કારણ પણ અકબંધ છે.   

Continues below advertisement

મેટોડા જીઆઈડીસીમાં ઈપીપી કંપનીના પાછળના ભાગમાં પડેલા કચરામાં આગ લાગવાની ઘટના બન્યા બાદ મોટી સંખ્યા લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ફાયર વિભાગ અને પોલીસ પણ ત્યાં પહોંચી છે. ધૂમાડાના ગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. લોકો આગની ઘટનાને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરતા જોવા મળ્યા હતા.  

ડભોઈમાં બંધ દુકાનમાં આગની ઘટના

ડભોઇ કાયસ્થવાગાં વિસ્તારમાં દુકાનમાં ધુમાડા નીકળતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.  દુકાનનું તાળું તોડી જોતા ઇલેક્ટ્રિક સામાનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.  સ્થાનિકો દ્વારા તાત્કાલિક ડભોઇ નગર પાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વિકરાળ બને તે પહેલા જ આગ પર કાબુ મેળવાયો હતો.  કાયસ્થવાગાં વિસ્તાર માં ઇલેક્ટ્રિક રીપેરીંગની દુકાન ચલાવતા વિનોદભાઈ કોટવાણીની બંધ દુકાનમાં આગની ઘટના બની હતી. નગર પાલિકા ફાયર વિભાગે ગણતરીના મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. 

આ પહેલા પણ મેટાડા GIDC માં આગની ઘટના બની હતી  

રાજકોટ જિલ્લાનાં લોધિકા તાલુકામાં મેટોડા GIDC ખાતે જાણીતી ગોપાલ નમકીન કંપનીની ફેક્ટરી થોડા મહિના પહેલા આગ લાગી હતી.  આ ફેકટરીમાં વિકરાળ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  બપોરે બે વાગ્યાની આગ લાગી હતી. વિકરાળ આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવ્યો હતો. આગના વિકરાળ સ્વરૂપના કારણે ફેક્ટરીના આજુબાજુનો લગભગ એક કિલોમીટરનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો.