KhodalDham News: ફરી એકવાર ગુજરાતમાં પાટીદારોમાં ડખો સામે આવ્યો છે. તાજેતરમાં જ રાજકોટના ગોંડલમાં પાટીદાર આગેવાન રાજુ સખીયા વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો નોંધવા પાછળનું કારણ એ છે કે, ખોડલધામમાં ગણેશ ગોંડલની હાજરી મામલે રાજુ સખીયાએ અભદ્ર ટિપ્પણી કરી હતી, બંને સમાજ વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવી ભાષામાં વાત કરી હોવાના આરોપો મૂકાયા છે.
રાજુ સખીયા સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામા આવી છે, તે અનુસાર, ગોંડલના રાજુ સખીયાએ ખોડલધામ સમિતિના કાર્યકર રાજુ સોજીત્રાની વાતચીત વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
રાજુ સખીયા વિરૂદ્ધ કેસને લગતો શું છે આખા મામલો
તાજેતરમાં ખોડલધામ ખાતે એક મોટો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેમાન તરીકે ગણેશ ગોંડલ ઉર્ફે જયોતિરાદિત્યસિંહ જાડેજાને આમંત્રિત કરાયા હતા. જે પછી ગોંડલના પાટીદાર નેતા રાજુ સખીયાએ ખોડલધામનાં રાજુ સોજીમાને ધમકી આપી હતી કે, તમે ગણેશ ગોંડલને કાર્યક્રમમાં કેમ બોલાવ્યા. ત્યારે બંનેની ચર્ચાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી, જેમાં રાજુ સખીયા ધમકી આપી રહ્યાં છે. આ બાદ આ મામલે જેતપુરમાં રહેતા વેપારી ઘનશ્યામ સોરઠીયાએ ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસમાં રાજુ સખીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં ભડકાઉ, આપત્તિજનક અને લેઉવા પટેલ સમાજ તથા ક્ષત્રિય સમાજ બન્ને સમાજ વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવા ઉશ્કેરણીજનક ધમકી આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. બે સમાજ વચ્ચે વેમનસ્ય ફેલાઇ તેવું કૃત્ય કરવાને લઈને ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 192,196(એ) 353 મુજબ ફરિયાદ દાખલ કરાઈ છે. આ ઓડિયો ક્લિપમાં રાજુ સખીયાએ રાજુ સોજીમાને કહ્યું હતું કે, ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં ગણેશ ગોડલને કેમ બોલાવ્યા, લેઉવા પટેલ સમાજના કાર્યક્રમમાં બીન પટેલને કેમ બોલાવો છો. હવે કોઈ કાર્યક્રમમાં ગણેશ ગોડલ કે ક્ષત્રિય સમાજના કે અન્ય કોઈ સમાજના લોકોને બોલાવશો તો પોતે અથવા અમારી ટીમ સાથે આવીને કોઈ કાર્યક્રમ નહી થવા દઈએ જરૂર પડયે હિંસા પણ કરીશુ.
આ પણ વાંચો
રેશનકાર્ડ E-KYC માટે કલાકો સુધી લાઈનમાં નહીં ઉભવું પડે, ઘરે બેઠા આ રીતે કરો કેવાઈસી