ગોંડલઃ તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપીને યુવકે મધ્યપ્રદેશ લઈ ગયો હતો. તેમજ અઢી મહિના દરમિયાન સગીરા સાથે અહીં વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, યુવકે ઇકો કારમાં પણ સગીરા સાથે અનેકવાર શરીરસંબંધ બાંધ્યા હતા. આ અંગે સગીરાના પરિવારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છએ.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગત 18મી જાન્યુઆરીએ સગીરાનું મધ્યપ્રદેશના યુવકે લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું અને તેને એમપી લઈ ગયો હતો. અહીં અઢી મહિનાના સમયગાળા દરમિયાન અનેકવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધઅયા હતા. જોકે, સગીરાને હવસનો શિકાર બનાવ્યા પછી માતા-પિતાના હવાલે કરતાં ફરિયાદ કરવામાં આવી છે.
પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુવકના કાકાએ પણ મદદગારી કરી હોવાથી તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.