રાજકોટ:  રાજકોટમાં આમ આદમી પાર્ટીએ શહેરના કાલાવડ રોડ સ્થિત રાજ હંસ પાર્ટી પ્લોટમાં કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું. વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી મેદાને છે. એવામાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપા ઈટાલીયાએ મોટું નિવેદન આપ્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક પર ચૂંટણી લડશે. 


આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા 2022માં વિધાનસભાની ચૂંટણી લડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 50 લાખ સાચા કાર્યકરો કરવાનો હેતુ છે. કાર્યકર્તા સંમેલનમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. 


સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સુરતમાં આમ આદમી પાર્ટીના 27  કોર્પોરેનટરોએ જીત મેળવી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના શાનદાર દેખાવ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે સુરતમાં ભવ્ય રોડશો યોજ્યો હતો.