રાજકોટઃ હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. મોંઘવારીના મારથી પીડાતી પ્રજાને વધુ એક ફટકો પહોંચ્યો છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. સિંગતેલના ડબાનો ભાવ 2400 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.


પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા અને ઓઇલ મિલરો બેફામ બનતાં તેલના ભાવ ટોચ પર પહોંચ્યા છે. તેલના ભાવ જે રીતે વધી રહ્યા છે તેવી રીતે મગફળીના ભાવ ખેડૂતોને મળતા નથી.  સિંગતેલમાં સતત બીજા દિવસે 20 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે બે દિવસમાં ડબાના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે.

કપાસિયા તેલમાં પણ 10 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે કપાસિયા તેલના ડબાનો ભાવ 1810 પર પહોંચ્યો છે. જ્યારે સનફલાવર તેલમાં 30 રૂપિયાનો વધારો થતાં ડબાનો ભાવ ભાવ 2060 ની આસપાસ પહોંચી ગયો છે.

UNSEEN PICS: ભારતીય પોષાકમાં ઈશા અંબાણીનો રોયલ લુક, પહેલા ક્યારેય નહીં જોઈ હોય આ તસવીરો

Mumbai: ભાજપના આ ટોચના નેતાના પુત્રની વધી શકે છે મુશ્કેલી, જાણો શું છે મામલો  

રાશિફળ 31 જાન્યુઆરીઃ  આજે આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ