રાજકોટઃ ધોરણ-10ની પરીક્ષાની લખાયેલી ઉત્તરવહીઓ રોડ પર રઝળતી મળી, અનેક તર્ક-વિતર્ક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Mar 2020 09:49 AM (IST)
વીરપુર પાસેના ઓવર બ્રિજ પર ધોરણ 10ની વિજ્ઞાન વિષયની વિદ્યાર્થીઓએ લખેલી ઉત્તરવહીઓ મળી આવતાં ચકચાર.
રાજકોટઃ જિલ્લાના વીરપુર પાસેના ઓવર બ્રિજ પરથી બોર્ડની પરીક્ષાની લખાયેલી ઉત્તરવહીઓ મળી આવતા અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગુજરાતી ભાષાની ધોરણ 10 અને 12ની લખાયેલી ઉત્તરવહીઓ બ્રિજ પરથી મળી આવી છે. નોંધનીય છે કે, જે ઉત્તરવહીઓ મળી છે, તે વિદ્યાર્થીઓ એ લખેલ ઉત્તરવહીઓ છે. મહેસાણા જિલ્લાના પરિક્ષાર્થીઓની લાખાયેલ ઉત્તરવહી હોવાનું તારણ છે. આ ઉત્તરવહીઓ કોઈ ફેંકી ગયું છે કે કોઈની બેદરકારીથી આ ઉત્તરવહીઓ અહીં રોડ ઉપર પડી ગઈ તે તપાસનો વિષય છે. મહેસાણાની ઉત્તરવહીઓ અહીં ચક્કાસવા માટે આવતી હતી અને રસ્તા ઉપર પડી ગઈ હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે.