અમરેલીઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ધારી વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસનેને મોટો ફટકો લાગ્યો છે. કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. ખાંભા માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમજીભાઈ સેન્જલિયા (રાબારીકા)વાળા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.

ચલાલા ન.પાના માજી પ્રમુખ મનસુખભાઇ કથરોટીયા સહિત પૂર્વ સદસ્યોએ પણ કેસરિયો ધારણ કર્યો છે. આ ઉપરાંત બગસરા-ચલાલા-ધારી અને ખાંભા વિસ્તારના 18 થી વધુ કોંગ્રેસ તેમજ ખેડૂત આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો છે.



ગઈ કાલે કોંગ્રેસે મોરબી,ધારી, કરજણ,અબડાસા અને ગઢડા બેઠક પરથી કૉંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. મોરબી બેઠક પરથી જયંતિ જયરાજને ટિકિટ આપવામાં આવી છે. ધારી બેઠક પરથી કૉંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે. ગઢડા બેઠક પરથી મોહન સોલંકીના નામની જાહેરાત કરી છે.