પશ્ચિમ બંગાળમાં ગુજરાત કોંગ્રેસના MLA લલિત કગથરાના પુત્રનું અકસ્માતમાં મોત, જાણો વિગત
abpasmita.in
Updated at:
18 May 2019 02:06 PM (IST)
કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલ દિવ્યાંગ બાળકોને લઈને પશ્વિમ બંગાળના પ્રવાસે ગયો હતો તે દરમિયાન લક્ઝરી બસ બહેરામપુરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.
NEXT
PREV
રાજકોટ: પડધરી-ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનો પશ્વિમ બંગાળમાં અકસ્માત થયો છે જેમાં તેનું મોત નિપજ્યું હતું. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જયો હતો. જેના પગેલ લલિત કગથરાના પુત્રનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલ દિવ્યાંગ બાળકોને લઈને પશ્વિમ બંગાળના પ્રવાસે ગયો હતો તે દરમિયાન લક્ઝરી બસ બહેરામપુરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જ્યારે સ્થાનિક લોકોએ બચાવ કામગીરી કરી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યાં હતાં.
વિશાલના મોતના સમાચારના પગલે કગથરા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરી બસનો એક બાજુનો ભાગ સાવ ભુક્કો થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -