મોરબીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Gujarat elections) પછી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ લોકો જાતે સતર્ક થઈ રહ્યા છે. આવી જ રીતે મોરબીનો ગ્રામ્ય વિસ્તાર સતર્ક થયો છે. કોરોનાના વધતા જતા કેસને લઈને ગામડાઓ સતર્ક થઈ ગયા છે. 


ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ આવતા સાવચેત થયા છે. મોરબી(Morbi)ના પાનેલી (Paneli Village)  ગામે નિર્ણય લીધો છે કે, ગામમાં 5 દિવસ સુધી શાકમાર્કેટ (vegetabel market) બંધ રહેશે. ગામમા દુકાનો સવારે 7 થી 9 અને સાંજે 3 થી 7 વાગ્યા સુધી ખુલી રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. ગામમાં કોઈએ ટોળા વળીને બેસવું નહીં, તેમ પણ જણાવવામાં આવ્યું છે. ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે નિર્ણય લીધો છે. 


રાજ્યમાં કોરોના સંક્રમણમાં  થોડો ઘટાડો થઈ રહ્યો છે.  ગઈકાલ કરતા આજના કેસ ઓછા નોંધાયા છે.  કોરોના વાયરસ (Coronavirus)ના કેસ છેલ્લા બે દિવસથી ઓછા  નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં  2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  


 


રાજ્યમાં અત્યાર સુધી 2,86,577  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે. 


 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


 


આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે. 


 


આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.


 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


 


સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ  કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44,   ભાવનગર કોર્પોરેશન-36,  વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26,  જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8  કેસ નોંધાયા હતા.  


 


કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?


 


આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે. 


 


સુરત કોર્પોરેશનમાં 503,  અમદાવાદ કોર્પોરેશનમાં 577, વડોદરા કોર્પોરેશનમાં 137 , રાજકોટ  કોર્પોરેશનમાં 115, સુરત 105, રાજકોટ 21,   ભાવનગર કોર્પોરેશન-18,  વડોદરા 14, મહેસાણા 7, ખેડા 22, નર્મદા 18,  જામનગર કોર્પોરેશન 22, મોરબી 11 લોકો ડિસ્ચાર્જ થયા છે.