રાજકોટઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથની નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. ઉના નગર પાલિકામાં 36માંથી 35 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે એક અપક્ષ ઉમેદવાર જીત્યા છે. જોકે, કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે અને એક પણ બેઠક જીતી શક્યા નથી. આ કોંગ્રેસના નેતા પૂંજા વંશનો વિસ્તાર છે, જેમાં કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે.


સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ માટે પહેલા સારા સમાચાર આવ્યા છે અને માળિયા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો થયો છે. કોંગ્રેસે માળિયા નગરપાલિકાની 24 બેઠકોમાંથી 20 પર કબજો કરીને ભાજપને કારમી પછડાટ આપી છે. માળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1થી વોર્ડ નંબર 5માં કોગ્રેસની જીત થઈ છે અને દરેક વોર્ડની ચાર-ચાર બેઠકો કોંગ્રેસે જીતી છે.