સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું, કઈ તાલુકા પંચાયતની બેઠક જીતી?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Mar 2021 09:41 AM (IST)
જામનગરની બેરાજામાં આપે ખાતુ ખોલ્યું છે. તાલુકા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
ફાઇલ ફોટોઃ અરવિંદ કેજરીવાલ
જામનગરઃ ગુજરાતમાં યોજાયેલી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટેના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. ત્યારે કોર્પોરેશનમાં સુરત ખાતું ખોલાવ્યા પછી હવે જિલ્લા-તાલુકા પંચાયતમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. જામનગરની બેરાજામાં આપે ખાતુ ખોલ્યું છે. તાલુકા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જ્યારે મોરબીની હળવદ તાલુકા પંચાયતમાં અપક્ષના ઉમેદવારનો વિજય થયો છે. હળવદ તાલુકા પંચાયતની ચરડવા બેઠક પર અપક્ષ ઉમેદવાર શાંતાબેન માકાસણા વિજેતા બન્યા છે.