Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે રાજકીય મેળાવડા અને મીટીંગોની શરૂઆત થઈ ગઈ છે. ધારી ખાતે સ્નેહમિલનના નામે રાજકીય મેળાવડો જામ્યો છે. ધારી પટેલવાડી ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો એકઠા થયા હતા. પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા, અનીલ વેકરીયા સહિતના આગેવાનો રહ્યા હાજર. મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ પણ રહ્યા હાજર.


ભાજપ તરફથી ધારી બેઠક પર અનીલ વેકરીયા ને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમરેલીની ધારી બેઠક પર ભાજપમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપના  પૂર્વ ધારાસભ્ય નલિનભાઈ કોટડીયા ભાજપ પક્ષ તરફથી અનિલ વેકરીયાના સમર્થન માટે પટેલ સમાજના મુખ્ય આગેવાનોની મીટિંગ યોજાઇ. 
આ મિટિંગમાં પાટીદાર સમાજના આગેવાનો અને મુખ્ય ધારી-બગસરા અને ખાંભા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ બેઠક પર ચાલુ ધારાસભ્ય જે.વી કાકડીયા ને ટીકીટ મળે તેવી શક્યતાઓ છે. ભાજપમાં અંદરખાને જૂથવાદ સાથે નેતાઓ પોતાની ટીકીટ માટે કરી રહ્યા છે મિટિંગો.


Gujarat Election 2022 : મને લાગે છે સૌરભ પટેલને થોડી માનસિક અસર હશે, લગભગ એને હવે ટિકિટ જ નથી મળવાની
Gujarat Election 2022 : બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ પર ધમકી આપતા હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. સરપંચો તેમજ હોદ્દેદારોને અન્ય ઉમેદવારને લેટરપેડ નહિ આપવા ધમકી આપતા હોવાના પ્રદેશ આગેવાન છનાભાઈ કેરાળિયાએ આરોપ લગાવ્યા છે. ભાજપની સેન્સ પહેલા આરોપને લઈ રાજકારણ ગરમાયું છે,  તો ધમકી મામલે પ્રદેશ અધ્યક્ષને લેખિતમાં જાણ કરાઈ છે.


 બોટાદ 107 વિધાનસભા ચૂંટણી પહેલા સતત ભાજપનું રાજકારણ ગરમાતુ જોવા મળે છે. એક તરફ સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવા કડવા પટેલ સમાજ તેમજ કોળી સમાજ દ્રારા માંગણીને લઈ હજુ ચર્ચાનો વિષય છે, ત્યાં આજે ફરી ગુજરાત ભાજપ કારોબારી સભ્ય છનાભાઈ કેરાળિયા દ્વારા સૌરભ પટેલ ધમકી આપતા હોવાના લગાવ્યા ગંભીર આરોપ.


બોટાદ 107 વિધાનસભા બેઠક પર સૌરભ પટેલને ટીકીટ નહિ પણ કોઈપણ સમાજના પણ સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવામાં આવે તેવી માંગ ને લઈ અન્ય કોઈ ઉમેદવારને સરપંચો કે હોદ્દેદારોએ લેટરપેડ આપવા નહિ તેવું દબાણ સાથે સૌરભ પટેલ ધમકી આપતા હોવાના લગાવ્યા આરોપ. 27 ઓક્ટોબર નારોજ બોટાદ 107 બેઠકને લઈ ભાજપ દ્વારા સેન્સ યોજાઈ શકે છે ત્યારે સેન્સ પહેલા ધમકીના આરોપ સાથે રાજકારણ ગરમાયુ.


સૌરભ પટેલને માનસિક અસર થઈ હોવાનું આપ્યું છનાભાઈ એ નિવેદન. તેમજ ચૂંટણી લડવાનો સહુને અધિકાર છે. સૌરભ પટેલ જે કામગીરી કરી રહ્યા છે તે પાર્ટીની શિસ્ત વિરુદ્ધની કામગીરી છે, જેને લઈ આ મામલે લેખિતમાં સી.આર.પાટીલને પણ જાણ કરવામાં આવી. ત્યારે ક્યાંક ને ક્યાંક હાલ તો બોટાદનું રાજકારણ ગરમાતુ જોવા મળે છે.


Diwali 22022 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર-અમદાવાદમાં કરશે નવા વર્ષની ઉજવણી


Diwali 22022 : ગાંધીનગર લોકસભાના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમના નિવાસસ્થાને 26 ઓક્ટોબરે  સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ દરમિયાન કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓનું આદન-પ્રદાન કરશે.
 
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ  સંવત ૨૦૭૯ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે. સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે અને ૦૭:૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે જશે. મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે નૂતન વર્ષ નિમિત્તે સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. 


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા મુખ્યમંત્રી સવારે ૮-પ૦ કલાકે રાજભવન જશે.    મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રી ૧૦:૦૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ, ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.