રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે, ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તે પહેલા તો ભાજપના નેતાએ ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધું છે. રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી મળી મળી હતી. જેમાં રાજકોટ કારોબારીમાં ભરત બોધરાએ મોટી વાત કરી હતી. 15 ઓક્ટોબરથી ચૂંટણીની આચાસંહિતા લાગુ થશે.
સવાસો દિવસ ચૂંટણ ન તૈયારીઓ બાકી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ સાથે અત્યારથી કામે લાગવા ભારત બોધરા ભાજપના કાર્યકર્તાઓને કહ્યું.
PM Modi In Navsari : નરેન્દ્ર મોદી નવસારીમાં સંબોધશે જંગી સભા, સભા સ્થળે સવારથી ઉમટ્યું માનવ મહેરામણ
નવસારીઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નવસારી ખાતે આવી રહ્યા છે, એ પહેલા વહીવટીતંત્રે તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીખલી તાલુકાના ભડવેલ ગામ માં આવવાના છે અને ૨૦૦૦ કરોડથી વધુની યોજનાઓ ખાતમુહૂર્ત તો અને લોકાર્પણ કરવાના છે.
નવસારીના ખુડવેલ ખાતે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં 4.50 લાખની જનમેદનીને સંબોધિત કરશે. વહેલી સવારથી જ ખુડવેલમાં અલગ-અલગ 5 જિલ્લાઓમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું. 900 થી 1.5 કિમી દૂર આવેલા પાર્કિંગથી લોકો પગપાળા સભા સ્થળ સુધી પહોંચ્યા. 144 ક્લસ્ટરમાં જિલ્લા અનુસાર લોકોને બેસાડાશે.
ગઈ કાલે પોલીસ કર્મીઓની સાથે મંત્રીઓ પણ તપાસ સ્થળની મુલાકાત લીધી હતી. ચાર લાખથી વધુ લોકોને ભેગા કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીની સુરક્ષા માટે રીંછ પોલીસની સાથે એસપીજી અને ચેતક કમાન્ડો પણ તેનાથી રહેશે. આ કાર્યક્રમમાં નવસારી સુરત ડાંગ અને વલસાડના ચાર લાખથી વધુ લોકો એકસાથે સભા સ્થળ પર નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ માણશે.
ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે એને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે તંત્ર કામે લાગી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવસારી જિલ્લાની મુલાકાતને લઇને સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત સાડા ચાર લાખ લોકો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ઉમટી પડવાના છે, તેને ધ્યાને રાખીને સુરક્ષામાં કચાશ ન રહી જાય એને ધ્યાને રાખીને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 16 આઇપીએસ અધિકારીઓ, 32 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ, 32 પીઆઇ અને 191 પી.એસ.આઇ કક્ષાના અધિકારીઓ સુરક્ષામાં જોડાવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લામાં ૧૫૦ કરોડના જનહિતના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જિલ્લાના બે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના હોવાને લઈને ચપટી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા ૭૦ જેટલા વાહનો પેટ્રોલિંગમાં ગોઠવી દેવામાં આવ્યા છે. સાથે એનએસજી અને ચેતક કમાન્ડો પણ ઘોડેસવારોને લઈને સુરક્ષા વ્યવસ્થામાં કામે લાગી ગયા છે. નવસારી જિલ્લાના ચીખલીના ખુડવેલ ગામે જાહેર સભાને સંબોધશે. નવસારી નેશનલ હાઇવે નંબર 48 પાસે આવેલ નિરાલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉધઘાટન પણ કરશે.