રાજકોટઃ ગુજરાત કોંગ્રેસે ખેડૂતો અને પશુપાલકો માટે ચૂંટણીલક્ષી સંકલ્પપત્ર  જાહેર કર્યું. ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ કરાશે. ખેડૂતોના વીજ મીટર નાબૂદ કરાશે. ખેડૂતોને દિવસમાં નિ:શુલ્ક વીજળી અપાશે. ખેડૂતોની જમીનની માપણી ફરીથી કરવામાં આવશે. હદ નિશાનમાં પથ્થરો લગાવવામાં આવશે. માલધારીઓને જમીન ધારણ કરવાનો અધિકાર અપાશે. માલધારીઓને ખેડૂત માટેનો દરજ્જો આપવામાં આવશે. સિંચાઇનું નેટવર્ક મજબૂત કરવામાં આવશે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટિમ ગણાવી. 


કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઇ મોઢવાડિયા, લલિતભાઈ કગથરા, પ્રદીપભાઈ ત્રિવેદી, પાલ ભાઈ અંબાલિયા, સંજય અજુડિયા જોડાયા. પ્રદેશ કોંગ્રેસના અગ્રણી લલિત કગથરાની પ્રેસ કોંફરન્સ. 2022 માં કોંગ્રેસની સાસન આવશે તો ટેકાના ભાવ કરતા ઓછા ભાવે કોઈ નહિ ખરીદી કરી શકશે. ખેડૂતોને વીજળી મફત અપવામાં આવશે. ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ કરવામાં આવશે. કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાએ કહ્યું અમે જમીન માપણી ફરીથી કરીશું


રાજકોટ-કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાનું નિવેદન. અમારી સરકાર આવશે તો સરકારી તાઇફાઓ બંધ કરીશું, સરકારી તાઇફાઓનો ખર્ચ અમે ખેડૂતોના ઉત્કર્ષ માટે કરીશું. રાજકોટ-કોંગ્રેસનો ખેડૂતો અને પશુપાલકો માટે સંકલ્પ પત્ર. ખેડૂતોને વીજળી મફત આપીશું,દિવસના ૧૦ કલાક વીજળી આપીશું. ખેડૂતો મીટર પ્રથા બંધ કરીશું. ખેડૂતોના ૩ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરાશે. પશુપાલકોને ખેડૂતોનો દરજજો આપીશું,માલધારી વસાહત બનાવીશું. ખેડૂતોની ટેકાના ભાવ સિવાય એક પણ જણસી વેંચી નહિ શકાય,તેની સાથે ૨૦ રૂપિયો બોનસ પણ આપીશું, જમીન માપણી નવી કરીશું,ગેરરિતી નાબુદ કરીશું. ગુજરાતને એગ્રીકલ્ચર સ્ટેટ જાહેર કરીશું. 
સોલાર અને વિન્ડમાં પ્રોત્સાહન આપીશું. સોલાર અને વિન્ડ ફાર્મ માટે ખેડૂતોને પ્રોત્સાહન આપીશું.


Anand : 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી', MLAના જમાઇએ અકસ્માત સર્જતાં 6ના મોત


ANAND : આણંદ જિલ્લાના સોજીત્રામાં ગઇકાલે મોટો અકસ્માત સર્જાયો હતો.  આ  ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જેમાં 3 સભ્યો એક જ પરિવારના છે. મળતી જાણકારી અનુસાર, આણંદના ડાલી નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર, બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.



આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. કાર ચાલક કેતન પઢીયા વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાર સોજીત્રાના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇની છે. ધારાસભ્યનો જમાઇ દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી MLA લખેલ બોર્ડ મળી આવ્યા હતા. વીડિયોમાં લોકો કહી રહ્યા છે કે, 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી'.


મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોજીત્રા ખસેડવામાં આવ્યા હતા. આ સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.