Gujarat Election : આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શક્તિ પ્રદર્શન કરવાના છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારોના ગઢમાં મોદી આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા રાદડિયાના ગઢમાં નરેન્દ્ર મોદી આવી પહોંચશે. ઇતિહાસમાં પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી જામકંડોરણામાં આવશે. 



સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે.  સૌથી વધુ સહકારી અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત છે. અંદાજિત સવાથી દોઢ લાખ લોકો સૌરાષ્ટ્રભરમાંથી આવે તેવી શક્યતાઓ છે. 


વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. પીએમ મોદી આજે રાજકોટના જામકંડોરણામાં જંગી જનસભા સંબોધશે. ઇતિહાસમાં પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી જામકંડોરણામાં આવશે. જેથી પીએમ કાર્યક્રમને લઈ જામકંડોરણામાં દિવાળી હોય એમ આખું નગર રોશનીથી ઝગમગી ઊઠ્યું છે. 55 વીઘામાં 5 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. અંદાજીત સવાથી દોઢ લાખ લોકો સૌરાષ્ટ્રભરમાંથી આવે તેવી શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે.


રાજકોટ જિલ્લાની કુલ 5 વિધાનસભા એટલે કે રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, જેતપુર, ધોરાજી અને જસદણ વિસ્તારમાંથી લાખો લોકો સભામાં પહોંચશે. આ માટે 400 વીઘા જેટલી જગ્યામાં અલગ અલગ 8 જેટલાં સ્થળો પર પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીએમ મોદીની સભાથી રાજકોટ જિલ્લાની પાંચ બેઠકમાં ફાયદો થશે.


જામકંડોરણામાં જનસભા સંબોધ્યા બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ સિવિલમાં 700 કરોડથી વધુની વિવિધ આરોગ્ય સુવિધાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ બાદ મધ્યપ્રદેશના ઉજ્જૈન જશે. ઉજ્જૈનમાં મહાકાલ મંદિર કૉરિડોરનું લોકાર્પણ કરશે. મહાકાલની પૂજા અર્ચના કરી સાંજે સાડા છ વાગ્યે શ્રી મહાકાલ મંદિર કોરિડોર રાષ્ટ્રને સમર્પિત  કરશે. અંદાજે 600 કલાકાર અને સાધૂ સંતોના મંત્રોચ્ચાર સાથે લોકાર્પણ થશે.