રાજકોટઃ ધોરાજી તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. ધોરાજી તાલુકા પંચાયતની ઝાંઝમેર બેઠકના ભાજપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા પછી ઝેરી દવા પી લીધી હતી. ઉમેદવાર પરત ખેંચવાના છેલ્લા દિવસે જ ભાજપના ઝાંઝમેરના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું.
કોઈ અગમ્ય કારણો સર ઝેરી દવા પી લીધી હોવાની વિગતો સામે આવી છે. ડો. ચિરાગ રમેશભાઈ દેસાઈએ ઝેરી દવા પીધી છે. ધોરાજીમાં પોતાના ઘરે જ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. શા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો તે તો તપાસ બાદ જ ખબર પડશે. હાલ ચિરાગ દેસાઈ ધોરાજીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ધોરાજી પોલીસ દ્વારા આ અંગેની વધુ તપાસના ધમધમાટ શરૂ કરાયા છે.
ફોર્મ પાછું ખેચ્યું હોવાથી ટેન્શનમાં રહેતા હોવાનો પિતાનો આક્ષેપ છે. મોનોકોટો નામની ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
Rajkot : ભાજપના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યા પછી પી લીધી ઝેરી દવા, જાણો શું છે કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Feb 2021 01:48 PM (IST)
ચિરાગ રમેશભાઈ દેસાઈએ ઝેરી દવા પીધી છે. ધોરાજીમાં પોતાના ઘરે જ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -