રાજકોટઃ ચૂંટણી પહેલા ભાજપની ભગીની સંસ્થા મેદાનમાં આવી છે. ચૂંટણી સમયે જ કિસાન સંઘે સરકાર અને ભાજપ સામે બાંયો ચડાવી છે. રાજકોટ ભારતીય કિસાન સંઘની પત્રકાર પરિષદનું આયોજન કરવામા આવ્યું હતું. ગુજરાત માં ખેડૂતોના કોઈ જ પ્રશ્નો નથી તેવું નિવેદન મુખ્યમંત્રીએ આપતા કિસાન સંઘ મેદાનમાં છે.


સૌરાષ્ટ્રમાં ખેડૂતોના 31 મુદાઓને લઈને કલેકટરને આવેદનો આપવામાં આવ્યા છે. હજુ સુધી ખેડૂતોના પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ નથી આવ્યું. ગામડાઓનો વિકાસ ન થવાના કારણે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. ટેકાના ભાવે ચણા માત્ર 25 મણ લેવામાં આવ્યા છે. રોજ અને ભૂંડ માટે કિસાન સંઘે અનેકવાર રજૂઆતો કરી છે.

આખા પ્રદેશમાં કિસાન સંઘ આવેદન આપશે. આટલા બધા મુદાઓ સરકાર અને ખેડૂતો ના ધ્યાનમાં ન આવતા આવેદન આપવામાં આવશે. ખેડુતોના હિતમાં ચેકડેમ રીપેર કરવા માટે અનેકવાર રજૂઆતો કરી હતી. કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.