રાજકોટઃ આટકોટમાં ડિવોર્સી યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. પોતાના સંતાનોને ભાઈના ભરોસે છોડીને યુવતી પ્રેમિકા સાથે ભાગી ગઈ હતી. જોકે, ભાઈ બહેનને પરત લઈ આવ્યો હતો, પરંતુ આ વાતને લઈને ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને ઉશ્કેરાયેલા ભાઈએ બહેનને છરીના ઘા મારી દેતા હોસ્પિટલે ખસેડવી પડી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, આટકોટમાં જસદણ ચોકડી પાસે રહેતી 27 વર્ષીય યુવતીના પતિનું ચાર વર્ષ નિધન થયું હતું. તેને અગાઉના પતિથી સંતાનો પણ છે. જોકે, પતિના નિધન પછી તે પોતાના ભાઈ સાથે રહેતી હતી. દરમિયાન આ યુવતીને બાજુના ગામમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાતા અને એકબીજા વગર રહી ન શકતા બંને ઘરેથી ભાગી ગયા હતા.

જોકે, યુવતી પોતાના સંતાનોને ઘરે જ છોડીને પ્રેમી સાથે નાસી ગઈ હતી. જેને કારણે ભાઈ ગુસ્સે ભરાયો હતો. ભાઈ ભાગેલી બહેનને ઘરે લઈ આવ્યો હતો, પરંતુ બંને વચ્ચે ઉગ્ર તકરાર થતા ભાઈએ બહેનને પેટ અને ગળા પર છરીના ઘા મારી દેતા ઘાયલ યુવતીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.