રાજકોટઃ વિધાનસભાની ચૂંટણીમાં બાજપ ટિકિટ આપશે તેવો કુંવરજી બાવળીયાએ દાવો કર્યો છે. બાવળિયાએ કહ્યું કે, હું જસદણથી જ ચૂંટણી લડી રહ્યો છું. કામ કરતા હોય તેના પર પાર્ટી વિચારીને નિર્ણય કરતી હોય છે. પાર્ટી તે પ્રમાણે નિર્ણય કરશે તેવો મને વિશ્વાસ છે. હું હવે ક્યાંય જવાનો નથી. મારા સિદ્ધાંતો નથી અહીં જવું કે ત્યાં જવું. જસદણ બેઠક પર ભરત બોઘરા ભાજપની ટિકિટ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.




આજે રાજકોટ સંકલન બેઠકમાંથી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રશ્નોનક ચર્ચા કરી. જિલ્લા કલેકટરએ જે તે પ્રશ્નના નિકાલ માટે અધિકારીઓને સૂચના આપી. બાવળીયાએ કહ્યું અમારા વિસ્તારમાં આરોગ્ય,શિક્ષણ અને સિંચાઈના પ્રશ્નો હતો. હું મંત્રી હતો ત્યારે નિકાલ થતો આજે પણ નિકાલ થાય છે. હું મારા વિસ્તારમાં સૌથી વધુ પ્રવાસ કર્યો છે. એટલે મારા વિસ્તારમાં પ્રશ્નો સૌથી વધુ રજૂ કરું છું. હું હવે ક્યાંય નથી જવાનો નથી મારા સિદ્ધાંતો નથી અહીં જવું કે ત્યાં જવું.


રાજકોટ જિલ્લા ફરિયાદ સમિતીની કલેકટર કચેરીમાં બેઠક યોજાઇ હતી. ત્રણ મહિના બાદ ફરિયાદ સમિતીની બેઠક મળી હતી.પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા બેઠકમાં હાજર રહ્યા હતા.કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, લલિત વસોયા અને મહમદ પીરજાદા પણ રહ્યા હતા.કુંવરજી બાવળિયાએ પ્રશ્નોની છડી વર્ષાવી હતો અને 27 પ્રશ્નો પૂછ્યા હતા.કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું હતું કે કુંવરજીભાઇના સૌથી વધુ પ્રશ્નો હતા. કુંવરજીભાઇ વિરોધપક્ષના સભ્ય હોય તેવા પ્રશ્નો પૂછ્યા હતા.સૌથી વધુ સરકારી કચરીઓમાં સ્ટાફની ગેરહાજરી ના પ્રશ્નો પૂછ્યા હતા. ધારાસભ્ય લલિત કગથરા સૂર્યોદય યોજનાને લઈને પ્રશ્ન પૂછયા હતા.


PGVCL ના અધિકારીઓએ કહ્યું એક પણ ગામમાં સૂર્યોદય યોજનામાં લાઈટ આપતા નથી.કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું, મેં કોવિડને લગતો પ્રશ્ન કર્યો પણ જવાબ આપવામાં આવ્યો નથી.વધુ સમય માંગ્યો છે..અનેક પ્રશ્નો હોવા છતાં કોઈ ઉકેલ નહિ.રાજકોટ સંકલન બેઠકમાંથી કુંવરજીભાઇ બાવળિયા નીકલ્યા ત્યારે તેઓ મીડિયા સામેં આવ્યા હતા.જિલ્લા કલેકટરએ જે તે પ્રશ્નના નિકાલ માટે અધિકારીઓને સૂચના આપી છે.બાવળીયાએ કહ્યું અમારા વિસ્તારમાં આરોગ્ય,શિક્ષણ અને સિંચાઈના પ્રશ્નો હતો.હું મંત્રી હતો ત્યારે નિકાલ થતો આજે પણ નિકાલ થાય છે..હું મારા વિસ્તારમાં સૌથી વધુ પ્રવાસ કર્યો છે.એટલે મારા વિસ્તારમાં પ્રશ્નો સૌથી વધુ રજૂ કરું છું.હું હવે ક્યાંય નથી જવાનો નથી મારા સિદ્ધાંતો નથી અહીં જવું કે ત્યાં જવું..