દેરડી, શિવરાજગઢ સહીત એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગોંડલમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જસદણમાં અને આસપાસના 12 ગામડાઓમાં સાંજે ચાર વાગ્યે એટલે 20 મીનિટમાં અડધાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.
અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં દોઢ, રાજુલા પંથકના 25 ગામોમાં 2થી 3 ઈંચ, રાજુલાના બાબરા અને અમરેલીમાં હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા. ઉના નજીકના ગીર ગઢડામાં સવા ઈંચ અને ગ્રામ્ય વિસ્તારમાં 2 ઈંચ, ઉનામાં ઝાપટાં વરસ્યા હતા. જામનગર જિલ્લાના કાલાવડમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, દેરડીકુંભાજી નજીકના સીમ વિસ્તારમાં દોઢ કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ખેતરોમાં પાણી પાણી થયા હતા. ગણતરીના કલાકમાં વરસાદ વરસતા ગ્રામજનોમાં પુર હોનારતની ભીતિ સર્જાઈ હતી.
ગીરગઢડામાં મેઘરાજાએ પધરામણી કરી હતી. તાલુકાના જુડવડલી, ખીલાવડમાં દોઢ કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. ઉના તાલુકાના સીમાર, મોઠા, દુધાળા, સામતેરમાં એક ઈંચ અને ઉનામાં જોરદાર ઝાપટું પડ્યું હતું. બાબરિયા ગીર જંગલ વિસ્તારમાં છ મીમી વરસાદ વરસ્યો હતો.
ગુરૂવારે સાંજે 5 વાગ્યાની આસપાસ કાલાવડમાં મેઘસવારી ચડી આવતાં તાલુકાના રાજડા, જસાપર, નીકાવા ગામે ધોધમાર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.