રાજકોટઃ શહેરમાં મંગળવારે આખલાના હુમલામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા. બન્ને લોકો પર એક ગુસ્સે ભરાયેલ આખલાએ પોતાના શીંગડાથી હુમલો કર્યો જેમાં બન્નેને ઈજા થઈ હતી. જોકે બાદમાં એ આખલાને પકડીને તેને ગૌશાળામાં મોકલવામાં આવ્યો હતો.


વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, કેવી રીતે એક વ્યક્તિ સાઈકલ પર જઈ રહી છે ત્યારે રસ્તામાં ઉભેલ આખલો તેના પર હુમલો કરે છે. હુમલો એટલો જબરદસ્ત હોય છે કે સાઈકલ સવાર વ્યક્તિ તરત જ જમીન પર પડી જાય છે. ત્યાર બાદ તે ત્યાંથી સંભાળીને નીકળવા જાય છે તો ફરી આખલો તેના પર હુમલો કરે છે. જોકે આ વખતે વ્યક્તિ કોઈ રીતે પોતાનો જીવ બચાવી લે છે.

ત્યાર બાદ આખલો એ જ રસ્તા આવી રહેલ મોટર સાઈકલ સવાર વ્યક્તિને પણ ટક્કર મારી. તે પણ નીચે પડી જાય છે અને કોઈ રીતે પોતાનો જીવ બચાવીને ભાગે છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.