રાજકોટઃ લાંબા વિરામ પછી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. અમરેલીમાં દરિયા કાંઠાના જાફરાબાદ પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. જાફરાબાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં  ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા. સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો હતો. બગસરા પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. બગસરા શહેરમાં તેમજ આસપાસના વિસ્તારોના વરસાદી ઝાપટુ પડ્યું હતું. થોડી વાર માટે સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 


રાજકોટના ગોંડલમાં વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં ઝાપટા સ્વરૂપે પડ્યો વરસાદ પડ્યો હતો. બસ સ્ટેન્ડ, રલેવે સ્ટેશન, કોલેજ ચોક સહિતના વિસ્ટારમાં વરસાદ પડ્યો હતો. આ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે.  વેરાવળના પડવા, ઘાભા, કોડીદ્રા, ભેટાળી, માથાશુરીયા અને આજુબાજુના ગામમાં વરસાદ પડ્યો હતો. મગફળી અને સોયાબીનના પાકને જીવનદાન મળ્યું છે. 


દક્ષિણ ગુજરાતમાં તાપીમાં બે દિવસના વિરામ બાદ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ હતી. વડા મથક વ્યારા શહેરમાં વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. જિલ્લાના અન્ય તાલુકાના પંથકોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. 


હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 47 ટકા વરસાદની આગાહી છે.  17 ઓગસ્ટ બાદ ફરી મોન્સૂન એક્ટિવ થશે. 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા છે. 


Kheda : નર્મદા કેનાલમાં યુવતીએ લગાવી મોતની છલાંગ, કોણ છે યુવતી અને કેમ કર્યો આપઘાત?


કપડવંજઃ ખેડા જિલ્લામાં આજે એક યુવતીએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. કપડવંજ તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેરમાં યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. ચારણીયાના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી. 


કોઈ અગમ્ય કારણોસર લગાવી મોતની છલાંગ લગાવી છે. સ્થાનિક તરવ્યાની મદદથી યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ આંતરસુંબા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. કેનાલમાં છલાંગ લગાવનાર યુવતી કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 


આ જ જગ્યાએ ગત 11મી ઓક્ટોબરે કપડવંજ તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેરમાં એક ઇસમે ઝંપલાવ્યું હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી હતી. ચારણીયા પુલની મધ્યમાં કાર પાર્ક કરી ઈસમે નહેરમાં ઝંપલાવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટ્યા હતા. 


હોમગાર્ડ જવાનોએ કારમાં તપાસ કરતાં કારમાંથી લોહીના ડાઘ જોવા મળ્યા હતા. આતરસુંબા પોલીસ મથકના હદ વિસ્તારની ઘટના છે.  યુવકે આત્મહત્યા કરી કે હત્યા થઈ તે અંગે રહસ્ય ઘૂંટાયું છે.  પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથી ધરી છે.