અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોરદાર ટક્કર જોવા મળે એવા સંકેત છે. રાજકોટનાં શરૂઆતનાં પરિણામોમાં ભાજપ 2 બેઠકો પર જ્યારે કોંગ્રેસ 1 બેઠક પર આગળ હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 72 બેઠકો છે.


ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.


 છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે.  જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.


ઝઘડિયા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, 24 ઇજાગ્રસ્ત, જુઓ તસવીરો

પાકિસ્તાનના PM ઇમરાન ખાન માટે ભારતે ખોલી પોતાની એરસ્પેસ, જાણો ક્યાં જશે ઇમરાન.....

Gujaratમાં Jioનો દબદબો, માત્ર 5 વર્ષમાં બની રાજ્યની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર કંપની

રાજ્યમાં નેતાઓના પ્રચારના પાપે વકર્યું કોરોનાનું સંક્રમણ, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ