રાજકોટ : ગુજરાતમાં યોજાયેલી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટેના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટી પછી હવે કોંગ્રેસે પણ ખાતુ ખોલાવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢ રાજકોટમાં કોંગ્રેસે ખાતુ ખોલાવ્યું છે. રાજકોટની આણંદપર તાલુકા બેઠક નંબર 01 માં કોંગ્રેસ ઉમેદવાર નીતાબેન સોલંકી વિજેતા થયા છે.
આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની અમરોલી તાલુકા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. દીવીબેન કિશનભાઈ રાઠવા 151 મતે વિજેતા થયાં છે. જ્યારે જામનગરની બેરાજામાં આપે ખાતુ ખોલ્યું છે. તાલુકા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
જ્યારે મોરબીની હળવદ તાલુકા પંચાયતમાં અપક્ષના ઉમેદવારનો વિજય થયો છે. હળવદ તાલુકા પંચાયતની ચરડવા બેઠક પર અપક્ષ ઉમેદવાર શાંતાબેન માકાસણા વિજેતા બન્યા છે.
Gujarat Panchayat Election Result 2021 LIVE Updates: ભાજપના કયા દિગ્ગજ નેતાના ગઢમાં કોંગ્રેસે પહેલી બેઠક જીતી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Mar 2021 09:52 AM (IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢ રાજકોટમાં કોંગ્રેસે ખાતુ ખોલાવ્યું છે. રાજકોટની આણંદપર તાલુકા બેઠક નંબર 01 માં કોંગ્રેસ ઉમેદવાર નીતાબેન સોલંકી વિજેતા થયા છે.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -