મોરબીઃ મોરબીના હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાશભાગ મચી ગઇ છે. આ દુર્ઘટનામાં શ્રમિકો દીવાલ નીચે દટાતાં તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. જો કે આ દુર્ઘટનામાં 12 શ્રમિકના ઘટનાસ્થળે જ મોત થયા છે.


મૃતકના નામ
રમેશભાઈ નરસિંહભાઈ ખીરાણા 
કાજલબેન જેશાભાઈ ગાણસ
દક્ષાબેન રમેશભાઈ કોળી
શ્યામભાઈ રમેશભાઈ કોળી
રમેશભાઈ મેઘાભાઈ કોળી
દિલાભાઈ રમેશભાઈ કોળી
દિપકભાઈ દિલીપભાઈ કોળી
મહેન્દ્રભાઈ
દિલીપભાઈ રમેશભાઈ
શિતલબેન દિલીપભાઈ
રાજીબેન ડાહ્યાભાઈ ભરવાડ
દેવીબેન ડાહ્યાભાઈ ભરવાડ


મોરબીના હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાશભાગ મચી ગઇ છે. આ દુર્ઘટનામાં 9 શ્રમિક દીવાલ નીચે દટાતાં તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. ઘટનાની જાણ થતાંત્રણ 108 ઘટનાસ્થળે પહોચી હતી તો ધારાસભ્ય પરશોતમ સાબરિયા પણ તાબડતોબ ધટના સ્થળે પહોંચ્યાં હતાં. આ દુર્ઘટનામાં 12 શ્રમિકના અવસાન થાય છે. કારખાનાની અંદર 15થી વધુ શ્રમિક કામ કરતા હોવાની સૂત્રો દ્રારા માહિતી મળી હતી. મીઠાની ફેક્ટરીમાં જ્યારે શ્રમિક કામ કરતા હતા ત્યારે અચાનક જ દીવાલ ધરાશાયી થઇ હતી. જેમાં શ્રમિક દટાઇ જતાં 12 ના મોત થાય છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ટીમ પહોચી ગઇ હતી અને ઘાયલોને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવા તજવીજ હાથ ઘરી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ દુર્ઘટના સર્જાઇ હતી.