રાજકોટઃ શહેરના જાણીતા મિમિક્રી આર્ટીસ્ટ અને ફિલ્મ કલાકાર બિપિનભાઈ વસાણીનું આજે વહેલી સવારે કોરોનાની સારવાર દરમિયાન મોત થતાં કલાકારોમાં શોકની લાગણી ફરી વળી છે. 60 વર્ષીય બિપિનભાઈ છેલ્લા 25 વર્ષથી ગીત-સંગીત અને સ્ટેજ પ્રોગ્રામમાં કરીને મોટું નામ મેળવ્યું હતું. તેઓ પોતાનું મ્યુઝિકલ ગ્રૂપ પણ ચલાવતા હતા.
તેમની અચાનક વિદાયથી રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છના કલાકાર જગતનો મોટો આંચકો લાગ્યો છે. નોંધનીય છે કે, બિપિનભાઈ કોરોના થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ગત 22મી નવેમ્બરે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. જોકે, તેમની ફરીથી તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાય હતા. જ્યાં તેમનું સારવાર દમિયાન મોત થુયં છે.
બિપિનભાઈએ અસંખ્ય નાટકો, ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમજ ફિલ્મસ્ટારો સાથે તેમણે સ્ટેજ શો પણ કર્યા છે.
સૌરાષ્ટ્રના કયા જાણીતા કલાકારનું કોરોનાથી થયું મોત? જાણો કોણ છે આ કલાકાર? ફિલ્મોમાં પણ કર્યું છે કામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Dec 2020 04:51 PM (IST)
બિપિનભાઈએ અસંખ્ય નાટકો, ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમજ ફિલ્મસ્ટારો સાથે તેમણે સ્ટેજ શો પણ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -