રાજકોટ: એ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણના શરમજનક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ગુરૂવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ત્યાર બાદ સમગ્ર રાજકોટમાં ખળભળાટ મચી ગયો હતો.

આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને PhD કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો પણ સાંભળવા મળે છે. પ્રોફેસર ઝાલા દારૂના નશા હોવાનું સામે આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર હરેશ ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તેમજ યુનિવર્સિટીએ ઝાલાની ચેમ્બર સીલ મારી દીધી છે. આ અંગે કુલપતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેવું જણાવ્યું હતું. ઝાલા હેઠળના Phdના વિદ્યાર્થીઓને અન્ય ગાઈડ ફાળવવામાં આવશે.

નોંધનીય છે કે, યુનિવર્સિટીમાંથી આ પહેલા પણ બે વાર પ્રોફેસર ઝાલા નસાની હાલતમાં ઝડપાયા હતાં. જોકે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. અગાઉ ડો. કનુભાઇ મવાણી કુલપતિ હતા ત્યારે ઝાલાના કબાટમાંથી દારૂ મળ્યો હતો ત્યારે ગુનો નોંધી કનુભાઇએ સસ્પેન્ડ કર્યા હતા.