રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે કરી સેક્સની માંગણી, ઓડિયો ક્લિપ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jan 2020 10:36 PM (IST)
ઓડિયોમાં પ્રોફેસર હરેશ ઝાલા એક યુવતીને PH.D કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી કરી શરીર સુખની માંગણી કરી રહ્યા છે.
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. સમાજશાસ્ત્ર ભવનના એચ.ઓ.ડી હરેશ ઝાલા અને એક યુવતી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. ઓડિયોમાં પ્રોફેસર હરેશ ઝાલા એક યુવતીને PH.D કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી કરી શરીર સુખની માંગણી કરી રહ્યા છે. પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે. ઓડિયોમાં વિદ્યાર્થીની પ્રોફેસર ઝાલાને કહી રહી છે કે સર મને પીએચડીનું કરાવી દો, તો સામે પ્રોફેસર કહે છે કે તારૂ પીએચડીનું પણ કરાવી દઈશ અને તને પ્રોફેસર પણ બનાવી દઉ, પરંતુ મારી એક ઈચ્છા છે. વિદ્યાર્થીની કહે છે 'શું ઈચ્છા છે'? તો પ્રોફેસર કહે છે કે, 'મારે તારી સાથે એકવાર શરીર સુખ માણવું છે. આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર વિજય દેસાઈએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવશે અને સમિતિની રચના પણ કરવામાં આવશે.