રાજકોટ: રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલા નમૂના ફેલ થયા છે.  શ્રીખંડ અને ફરાળી લોટમાં ભેળસેળ ખુલી પડી છે.  ફૂડ કલર અને મકાઈનો અને ઘઉંનો લોટ ફરાળી લોટમાંથી નીકળ્યો હતો.  મનપા દ્વારા વિમલ નમકીન, મંત્ર મહલ અને રાધે કેટરિંગ તેમજ આર એક ગૃહ ઉધ્યોગમાંથી લીધેલા નમૂના નાપાસ થયા છે.  કોર્ટ કેસ સહિતની કાર્યવાહી મનપા દ્વારા શરૂ કરવામાં આવી છે.  

Continues below advertisement

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વિમલ નમકીન, શ્રીરામ ગૃહ ઉદ્યોગ, અશોક ગાર્ડન પાસે ઉમાકાંત પંડિત, ઉદ્યોગનગર,  લક્ષ્મીનગર મેઇન રોડ,  પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ કેશર શિખંડ (લુઝ)ના નમૂના તપાસ બાદ સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલો એફસીએફની હાજરી તેમજ મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા  રાધે કેટરર્સથી લેવામાં આવેલ ખાદ્યચીજ  ફરાળી લોટ, ફરાળી પેટીશ માટેનો (લુઝ)” નો નમૂનો તપાસ બાદ મકાઇના સ્ટાર્ચની હાજરી હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

Continues below advertisement

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફ.એસ.એફ.વાન સાથે શહેરના નાણાવટી ચોકથી રામેશ્વર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.  

ફુડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતું

ફુડ વિભાગની ટીમ દ્વારા રાત્રીના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં એગ્ઝ તથા એગ્ઝ પ્રોડક્ટનું વેચાણ કરતી લારીમાં ચકાસણી કરવામાં આવી હતી. તેમજ 2 સ્થળ પરથી ઉપયોગમાં લેવાતા મસાલાના નમૂના લેવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવારનવાર દુકાનો અને દૂધની ડેરીઓમાં આ પ્રકારે નમૂનાઓ લેવામાં આવે છે.  

શહેરના નાણાવટી ચોકથી રામેશ્વર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓને ત્યાં સેફટી વાને ચેકીંગ કરી 20 નમુના તપાસ્યા હતા અને 8 ધંધાર્થીને લાયસન્સ માટે નોટીસ આપી હતી. નોનવેજ ફૂડના નમુના લેવામાં આવ્યા છે. જયાં એગ્ઝ સહિતની પ્રોડકટની રાત્રી બજારો ભરાઇ છે ત્યાં અધિકારીઓએ ચેકીંગ કરી મસાલાના સેમ્પલ લીધા હતા. 

Join Our Official Telegram Channel:https://t.me/abpasmitaofficial