અમરેલી: સૌરાષ્ટ્રમાં મધરાજાએ છેલ્લા ઘણા દિવસોથી વિરામ લીધા બાદ ફરી વરસાદ શરૂ થયો છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વડિયાના દેવળકીમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બાટવા દેવળીમાં પણ વરસાદ શરૂ થયો હતો. ધરતી પુત્રો માટે કાચા સોના સમાન વરસાદ વરસી રહ્યો છે.


અમરેલી જિલ્લાના દામનગર, લીલીયા તેમજ આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદી ઝાપટાઓના કારણે રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
અમરેલી જિલ્લાના લીલીયામાં ધોધમાર 1 ઇંચ વરસાદથી નાવલી નદીમાં પૂર આવ્યુ છે.

આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર કચ્છ પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રીય થવાના કારણે ગીરસોમનાથ, જૂનાગઢ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં હળવો વરસાદ પડી શકે છે.