રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા, ગોંડલમાં ધોધમાર વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Sep 2019 04:58 PM (IST)
ગોંડલ પંથકમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેલ ચોક, કોલેજ ચોક, કપુરીયા, માંડવી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા છે.
રાજકોટ: રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છે. ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. રાજકોટના મેટોડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લોધિકા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી ગઇ છે. ગોંડલ પંથકમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેલ ચોક, કોલેજ ચોક, કપુરીયા, માંડવી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ ઝાપટાની સંભાવના છે. નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.