રાજકોટમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી ઠેર-ઠેર ભરાયા પાણી
abpasmita.in | 02 Aug 2019 04:14 PM (IST)
ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે લક્ષ્મીનગરનુ નાળામાં પાણી ભરાતા તેને બંધ કરવામાં આવ્યું છે.
રાજકોટ : રાજકોટ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે લક્ષ્મીનગરનુ નાળામાં પાણી ભરાતા તેને બંધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. હેમુ ગઢવી હોલના ગરનાળામાં પણ પાણી ભરાયા છે. શહેરમાં ભારે વરસાદના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. ભારે વરસાદને કારણે રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરના રસ્તાઓ પર એકથી દોઢ ફૂટ જેટલા પાણી ભરાયા છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગોંડલમાં સવારથી જ ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. વરસાદના કારણે ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.