ખેડૂતોને લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનું આગમન થયું છે. ક્યાંય હળવો તો ક્યાંય ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં અમરેલી,જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વાયુની અસર અંતર્ગત વરસેલા વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લઈ લીધો હતો.
વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાને આરે પહોંચ્યો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી થઈ રહેલી મેઘમહેરના કારણે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. છેલ્લા બે દિવસથી વરસાદી મોહલ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.