રાજકોટ: રાજ્યમાં મેઘરાજાએ ફરી એક વખત જમાવટ કરી છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.  જેતપુરમાં સતત બીજા દિવસે મેઘરાજાએ જમાવટ કરી છે. શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.  જેતપુરના જૂનાગઢ રોડ,  એમજી રોડ,  નવાગઢ,  દેસાઈ વાડી,  ચાંદની ચોક અને  સામાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  


જેતપુર માં ભારે વરસાદને લઈ રોડ ઉપર પાણી વહેતા  થયા હતા.  ગાજવીજ તેમજ પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજકોટ જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વરસાદની માહોલ યથાવત છે. 


ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ


રાજકોટના ધોરાજીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ધોરાજી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ધોરાજીમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  ધોરાજીના જૂનાગઢ રોડ, સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક,  મેઈન બજાર,  શાકમાર્કેટ રોડ સહિત વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.  ધોરાજીના નાનીપરબડી,  મોટી પરબડી,  તોરણીયા,  ગુંદાળા,  ફરેણી, જમનાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.  ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  


ગુજરાતમાં નવરાત્રિ પર વરસાદની આગાહી 


બદલાયેલા વાતાવરણના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા છે.  આગામી બેથી ત્રણ દિવસ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે.  સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ગરબાના ગ્રાઉન્ડ ભીના થયા છે.  ગરબાના ગ્રાઉન્ડમાં વરસાદના કારણે લેવલીંગ નથી થયું.  નવરાત્રિ દરમિયાન વરસાદના અનુમાનથી ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે.  નવરાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદથી ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ છે.  


નવરાત્રિ સમયે વરસાદ રહેવાની શક્યતા


રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે નવરાત્રિ સમયે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.  જોકે તે અંગે આગામી દિવસમાં જાહેરાત કરાશે.  જોકે હાલ નવરાત્રિ સમયે છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે.  


ગુજરાતમાં 2 દિવસ વરસાદની  આગાહી


હાલ રાજ્યમાં 2 દિવસ વરસાદની  આગાહી કરવામાં આવી છે. બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે નર્મદા,  તાપી,  સુરત,  વલસાડ,  ડાંગ,  દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  


જ્યારે છોટા ઉદેપુર,  વડોદરા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર,  અમરેલી,  ગીર સોમનાથ અને દિવમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજા દિવસ વરસાદની તીવ્રતા ઘટશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.     


Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી