વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા નદીઓ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોના પાકને ફાયદો થશે.
રાજકોટના ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના અનેક ગામોમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા હતા. લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી કપાસ અને મગફળી સહિતના પાકને જીવતદાન મળ્યું છે.
રાજકોટના ગોંડલમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા માર્કેટ યાર્ડમાં પાણી ભરાયા હતા. વેપારીઓની દુકાનોમાં વરસાદી પાણી ભરાતા માલ સામાનને નુકસાન થયું છે. ધોધમાર વરસાદથી ગોંડલનો ઉમવાળા બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. વાહનવ્યવહાર ખોરવાતા વાહન ચાલકો પરેશાન થયા હતા.