સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ પ્રકોપ થયાવત છે. ઉનાના જંગલ વિસ્તારમાં 12 ઈંચ વરસાદ,ખાંભામાં 6 ઈંચ અને કેશોદમાં સરેરાશ સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. માણાવદરના મટિયાણામાં 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ચોમાસાની ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજયમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ,નવસારી,વલસાડ સહિત અનેક સ્થળે અતિભારે વરસાદની સંભાવના છે.