રાજકોટઃ મોરબીના જાંબુડિયા ગામે થયેલી યુવતીની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. જેની હત્યા થઈ તે યુવતીને પોતાના જ દિયર સાથે સેક્સ સંબંધ હતા. યુવતી પોતાના દિયર સાથે આખી જીંદગી સેક્સ સંબંધ રહે તે માટે દિયરને અન્ય જગ્યાએ પરણવા દેતી ન હોતી. આ કારણે દિયરે ભાભીની હત્યા કરી નાંખી હતી.

મોરબી તાલુકાના જુના જાંબુડિયા ગામે 31 ઓગષ્ટના રોજ બાવળની ઝાડીમાંથી એક અજાણી યુવતીની લાશ મળી હતી. યુવતીના માથામાં કોઈએ પથ્થર મારીને હત્યા હતી એ દેખાતું હતું. તાલુકા પોલીસની તપાસમાં આ યુવતી રીના ઉર્ફે ટીના રામપ્રસાદ જમાદાર (રહે. હાલ શાપર, વેરાવળ) હોવાનું બહાર આવ્યું હતું.

મૂળ મધ્યપ્રદેશની રીના અંગે પોલીસે તપાસ કરતાં શકમંદ તરીકે વિષ્ણુપ્રસાદ કરનસિંગ (રહે. શાપર,વેરાવળ)નું નનામ બહાર આવ્યું હતું. પોલીસે વિષ્ણુપ્રસાદને પકડતાં પૂછપરછ દરમિયાન તેણે હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું. તેણે જણાવ્યું કે, મૃતક રીના તેની ભાભી થતી હતી પણ તેની સાથે તેને આડા સંબંધ હતા.

ભાભી તેની સાથે આખ જીંદગી સેક્સ સંબંધ રહે તે માટે તેનાં લગ્ન કોઈ અન્ય સાથે થવા દેતી ન હતી. પોતે પણ પરણવા તૈયાર નહોતી. આથી કંટાળને માથામાં પથ્થરના ઘા ઝીંકીને તેની હત્યા નિપજાવી હતી. પોલીસે આ હત્યાના વધુ પુરાવા મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.