Dhoraji Rain: જુલાઈના પ્રારંભમાં જ સારા વરસાદને કારણે ધોરાજી અને આસપાસના વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ધોરાજીથી પસાર થતી તમામ નદીઓ અને ચેક ડેમ ભરાઈ ગયા છે, જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.


આ વર્ષે ગત વર્ષ કરતાં વહેલા અને વધુ વરસાદ થયો છે. ખેડૂતોએ જે કપાસ, મગફળી, સોયાબીન અને ચણા જેવા પાકોનું આગોતરું વાવેતર કર્યું હતું તેને આ વરસાદ ખૂબ જ ફાયદાકારક થયો છે.


સારા વરસાદને કારણે ધોરાજી અને આસપાસના વિસ્તારમાં આવેલા ચેક ડેમ અને બોર કુવામાં પાણીની સપાટીમાં વધારો થયો છે. જેનાથી ખેડૂતોને પિયત માટે પાણી મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.


ધોરાજીથી પસાર થતી ભાદર નદી પણ ઓવરફ્લો થઈ ગઈ છે અને બે કાંઠે વહી રહી છે. ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ પણ છલકાઈ ગયો છે.


આ ભારે વરસાદથી ખેડૂતોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ આ વર્ષે સારા પાકની ધારણા રાખી રહ્યા છે.


હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી આપવામાં આવી છે. જેનાથી ખેડૂતોની ખુશીનો માહોલ વધુ ઘેરાશે.



સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન  ભારે વરસાદ થવાની શક્યતા નથી.સૌરાષ્ટ્ર અને  કચ્છમાં  ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર,  દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદર નગર હવેલી, દમણ, અરવલ્લી, મહીસાગર માં છૂટાછવાયા સ્થળો પર  વરસાદની આગાહી કરવામાં આવી છે. 


બુધવારે  કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.  આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.  સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  


ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.