દ્વારકાઃ જિલ્લાના ખંભાળીયાના મોવાણ ગામેથી વરરાજા હેલીકોપ્ટરથી પરણવા આવ્યા છે. નિર્મલ ગોજીયા નામના યુવાન પરણવા માટે હેલિકોપ્ટરથી ભાણવડ તાલુકાના શણખલા ગામે આવ્યા હતા. જેમને જોવા લોકો ઉમટી પડ્યા હતા. સમર્થ ગ્રુપ ઓફ કંપનીના પરિવારના આંગણે દીકરાના લગ્નનો પ્રસંગ છે. હેલિકોપ્ટર આવતા લોકોમાં કુતૂહલલ જોવા મળ્યું હતું.