ધોરાજીમાં હોમ કોરેન્ટાઈનનો પીરિયડ પૂર્ણ કર્યાં બાદ યુવકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જાણો ક્યાંથી આવ્યો હતો?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 May 2020 02:24 PM (IST)
ધોરાજીમાં અમદાવાદથી આવેલા યુવકને હોમ કોરેન્ટાઈનનો પીરિયડ પૂર્ણ થયા બાદ તેનો કોરોના ટેસ્ટ કરતાં ગત મોડી રાતે કોરોના પોઝિવ નોંધાયો
NEXT PREV
સમગ્ર ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ધોરાજીમાં અમદાવાદથી આવેલા યુવકને હોમ કોરેન્ટાઈનનો પીરિયડ પૂર્ણ થયા બાદ તેનો કોરોના ટેસ્ટ કરતાં ગત મોડી રાતે કોરોના પોઝિવ નોંધાયો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અમદાવાદથી આવેલા યુવકને હોમ-કોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો જોકે તે યુવકનો હોમ કોરેન્ટાઈનનો પીરિયડ પૂર્ણ થયો હતો ત્યાર બાદ ગઈ મોડી રાતે તે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ યુવકને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. ધોરાજીનાં ચમાલપા વિસ્તાર પાસે આંબલીયા કુવા પાસે અમદાવાદથી આવેલા 43 વર્ષિય યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધોરાજીમાં કુલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલા છે.