કેન્દ્ર સરકારે દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. જોકે ગુજરાત સરકારે વેપાર-ધંધા શરૂ કરવા છૂટછાટ આપી છે જોકે રાજકોટ કલેક્ટરે આજે પત્રકાર પરિષદ યોજીને મહત્વની જાહેરાત કરી હતી. આજે લોકડાઉન 4માં નવા નિયમ સાથે દુકાનો ખુલી ગઈ છે પરંતુ સ્ટ્રીટ વેન્ડર (ચા અને લારી બંધ રહેશે) બંધ રાખવામાં આવશે.


ગુજરાત સરકારની જાહેરાત બાદ એક પછી એક અધિકારીઓના નિર્ણય આવતાં જ વેપારીઓ મુંઝવણમાં મુકાઈ ગય છે ત્યારે લોકડાઉન 4ને લઈને રાજકોટ કલેક્ટર રામ્યા મોહને આજે પત્રકાર પરિષદ યોજી હતી તેમાં મહત્વની જાહેરાત કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, સ્ટ્રીટ વેન્ડર (ચા અને લારી બંધ રહેશે) બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે પણ જણાવ્યું હતું કે, ચાની દુકાનો ખોલી શકાશે નહીં.

કલેક્ટર રામ્યા મોહને જણાવ્યું હતું કે, આજે લોકડાઉન 4માં નવા નિયમો સાથે દુકાનો ખુલી ગઈ છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. એસટી બસ સેવા શરૂ કરવા માટે ગાઈડલાઈન મળ્યા બાદ જ બસ સેવા શરૂ કરવામાં આવશે. જિલ્લામાં રૂલર તેમજ અર્બન વિસ્તારમાં કન્ટેનમેન્ટ વિસ્તાર છે. ગ્રામ્ય વિસ્તારમાં 8 પોઝિટિવ કેસ નોંધાયેલા છે.