રાજકોટના થોરાળામાં પતિએ જ પત્નીની હત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, રાજકોટના થોરાળા વિસ્તારમાં ખોડિયાર પરા વિસ્તારમાં એક પતિએ તેની પત્ની હત્યા કરી હતી. પુષ્પેન્દ્ર અહિરવાર નામના વ્યક્તિએ તેમની પત્ની અંજલિ અહિરવારની હત્યા કરી હતી. અંજલિ અહિરવારની (ઉવ.20) છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.


પત્ની પાસેથી પૈસા માંગતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. નશાની હાલતમાં ઘરે આવેલા પતિએ છરીના ઘા મારી પત્નીની હત્યા કરી નાખી હતી અને બાદમાં ફરાર થઈ ગયો હતો. મૃતકની બહેનની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી હતી.


ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પુષ્પેન્દ્ર નશાની હાલતમાં ઘરે આવીને પત્નીને માર મારતો હતો. બંન્ને વચ્ચે પૈસાને લઇને પણ અનેકવાર ઝઘડાઓ થતા હતા. હાલમાં થોરાળા પોલીસે તપાસ શરૂ કરી હતી. હત્યાનો ભોગ બનનાર મહિલાની બહેને તેના બનેવી પર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા.


Divya Darbar: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે હિપનોટાઇઝ કરી પૈસા પડાવ્યાનો લાગ્યો આરોપ, યુવકે પોલીસમાં કરી અરજી


રાજકોટ: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. ગઈ કાલે રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. હવે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે એક અરજી દાખલ કરવામાં આવી છે. હેમલ વિઠલાણી નામના વ્યક્તિ દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. અરજીમાં બાબાએ હિપનોટાઇઝ કરીને ખિસ્સું ખાલી કરાવી નાખ્યું હોવાનો ઉલ્લેખ છે.


અરજદારને હતું કે, કાર્યક્રમ પૂરો થયા પછી રૂપિયા પરત મળશે પણ કાર્યક્રમ પૂરો થયા બાદ પૈસા પરત ન મળતા અરજી કરવામાં આવી છે. રુપિયા ૧૩ હાજર આપી દીધા હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરને બાબા પાસેથી રૂપિયા પરત કરાવે તેવી માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગઈ કાલે રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્યદરબાર યોજાયો હતો. આ દરમિયાન એક યુવકે બાબાને કહ્યું કે મારે મંદિર બનાવવું છે પરંતુ મારી પાસે પૈસાની સગવડ નથી. આ વાત સાંભળી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ત્યા હાજર કેટલાક લોકોને કહ્યું કે, તમારા ખીસ્સા ખાલી કરો. 


આ દરમિયાન બાબાએ એક યુવક પાસેથી પણ પૈસા લીધા હતા. તેની રકમ 13 હજાર રુપિયા હોવાની માહિતી સામે આવી છે. હવે આ મામલે યુવકે આરોપ લગાવ્યો છે કે, બાબાએ હિપનોટાઇઝ કરી મારી પાસેથી પૈસા લીધા હતા અને બાદમાં કીધુ હતું કે પૈસા પરત મળી જશે. જો કે બાદમાં પૈસા પરત ન આપ્યા હોવાનો આરોપ ફરિયાદી હેમલ વિઠલાણીએ લગાવ્યો છે. હાલમાં આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.


દિવ્ય દરબાર ખાતે બાબા  ધીરેન્દ્ર શાસ્ત્રી નારો લગાવ્યો હતો કે,ખૂન હમારા ગરમ હૈ ક્યોંકિ હમ ગરમ હૈ, પાગલો તમને ગર્વ થવો જોઈએ કે તમે હિન્દુ છો. તમે સનાતની છો. સનાતનીઓએ એક થવું પડશે. એક દિવસ માટે બે દિવસ માટે નહિ પરંતુ કાયમી માટે એક થવું પડશે ત્યારે હિન્દુ રાષ્ટ્ર બનશે.