રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ અને દીપડાની દહેશત જોવા મળી રહી છે. તાજેતરમાં જ સિંહ છેક સુરેન્દ્રનગર જિલ્લા સુધી આવી ગયા હતા, ત્યારે હવે રાજકોટ જિલ્લામાં ઝરખે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજકોટ નજીક આવેલ બેડી ગામમાં ઝરખ દેખાયો છે. રાત્રીના સમયે ઝરખે દેખા દીધી હતી.
વન વિભાગે મળી આવેલા ફૂટ પ્રિન્ટ ઝરખના હોવાની આશંકા વ્યક્ત કરી છે. ઈંટોના ભઠ્ઠા પાસે ઝરખ દેખાયો છે. ભઠ્ઠામાં કામ કરતા મજૂરો ભયમાં મુકાયા છે. હાલ, વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે બેડીવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઈંટ બનાવનાર મજુરે ત્રણ પશુઓ જોયા હતા. લોકોમાં દીપડાની આશંકા છે.