દીપડો પકડવા મુકવામાં આવ્યાં પાંજરા
ઝૂમાં દીપડો ઘૂસી આવ્યો હોવાની જાણ થયા બાદ ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓ ઝૂ પહોંચી ગયા છે અને દીપડાની શોધખોળ હાથ ધરી છે. દીપડાને પકડવા માટે ઝૂ અને આસપાસના વિસ્તારોમાં પાંચથી વધુ પાંજરા મુકવામાં આવ્યા છે.
કેટલા વાગ્યો ઘૂસ્યો દીપડો
રાજકોટ પ્રદ્યુમન પાર્કના ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.કે. હિરપરાએ જણાવ્યું હતું કે, ગત રાત્રે ૯ વાગ્યા આસપાસનો બનાવ છે. સ્ટાફે દીપડાને નજરે જોયો હતો. દીપડાએ હોગ ડીઅર જાતિનું માદા હરણનુ મારણ કર્યું છે. જો કે રાત્રે જ જંગલ ખાતાની ટીમને જાણ કરી બોલાવી લેવાઇ છે. હજુ દીપડો પકડાયો નથી. સલામતી માટે ઝૂ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયું છે. ઝૂની અંદર અન્ય પ્રાણીઓને પણ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે.
સીસીટીવીથી રાખવામાં આવી રહી છે નજર
પ્રદ્યુમન પાર્કમાં હાલ દરેક ખૂણા પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. પ્રદ્યુમન પાર્કમાં સિંહ, રીંછ, સફેદ વાઘ, હરણ, દીપડા સહિતના પ્રાણીઓ અને પક્ષીઓ રાખવામાં આવ્યા છે. રાજકોટ અને આસપાસના જિલ્લા, તાલુકા મથકેથી મોટી સંખ્યામાં લોકો ઝૂની મુલાકાતે આવતા હોય છે ત્યારે આ ઘટનાથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.
ગત વર્ષે દીપડાના હુમલામાં થયો હતો અચાનક વધારો
ગત વર્ષે રાજ્યના અમરેલીના બગસરા પથંકમાં દીપડાના માનવી પર હુમલાની ઘટનામાં અચાનક વધારો થયો હતો. જેમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. દીપડાની રંજાડ બાદ રાજ્ય સરકારે માનવભક્ષી દીપડાને ઠાર કરવાનો આદેશ આપ્યો હતો.
નિર્ભયા મામલોઃ દોષિતો સામે નવું ડેથ વોરંટ થયું જાહેર, આ દિવસે થશે ફાંસી
કેજરીવાલે કરી ખાતાની ફાળવણી, પોતાની પાસે ન રાખ્યો એક પણ વિભાગ, જાણો કોને કયું ખાતું આપ્યું
ઝારખંડમાં 14 વર્ષ બાદ બાબુલાલ મરાંડીની BJPમાં ઘરવાપસી, અમિત શાહે ફૂલહાર પહેરાવી પક્ષમાં કર્યા સામેલ