રાજકોટ: હાલ વીરપુરમાં મોરારિ બાપુની કથા ચાલી રહી છે. બાપુએ કથામાં દેશના ગૃહમંત્રી અમતિ શાહ વિશે ભરપૂર પ્રશંસા કરી હતી. ત્યારે અમિત શાહના અમુક નિર્ણયોમાં મને સરદાર પટેલની દ્રઢતા જોવા મળે છે. સરદારની યાદ અમિતભાઈ અપાવે છે. મોરારિ બાપુના આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.


રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે યુવરાજ માધાતાસિંહજી જાડેજાનો ભવ્ય રાજતિલક સમારોહ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રવિવાર બપોર પછી મોરારી બાપુ રાજકોટ રાજવી પેલેસ ખાતે પધાર્યાં હતા. તે દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમિત શાહ સંસદમાં જે રીતે બોલે છે તે પ્રમાણે મને સરદાર પટેલ જેવું લાગે છે.

મોરારિ બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે અમિત શાહ સરદાર પટેલના રસ્તે ચાલી રહ્યા છે. દેશનું હિત થઈ રહ્યું છે. ગમે તે થાય રાષ્ટ્રનું હિત થવું જોઈએ. રાજવીઓ આજે પણ અમને યાદ કરે છે. લોકોમાં દાદા મનોહરસિંહ જાડેજાનું અલગ જ સ્થાન હતું. રાજાશાહી નથી રહી પરંતુ ખાનદાની નથી ગઈ.