રાજકોટઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે તેથી રાજ્ય સરકારે લોકોને માસ્ક પહેરીને જ નિકળવાનું કહ્યું છે. ગુજરાતમાં માસ્ક નહિ પહેરનાર વ્યકિત પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવાનો નિર્ણય પ્રજાના હિતમાં લેવામાં આવ્યો છે ત્યારે રાજકોટમાં માસ્ક પહેર્યા વિના નિકળેલાં રીવાબા જાડેજાએ તેમને રોકનાર પોલીસ સાથે ચોંકાવનારી ઘટના બની છે.
ટોચનાં ગુજરાતી અખબારોમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સોમવારે પોતાનાં પત્ની રિવાબા સાથે ઘર બહાર નિકળ્યા હતા. રીવાબા જાહેરમાં માસ્ક વિના ઘર બહાર નિકળતાં પોલીસે તેમને રોક્યા હતાં. રીવાબાએ નિયમનું પાલન નહી કર્યું હોવા છતાં પોલીસ સાથે તકરાર કરી હતી.
માસ્ક નહી પહેરનાંરાં રિવાબાએ રવિન્દ્ર જાડેજાની હાજરીમાં જ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું એવો દાવો આ અહેવાલમાં કરાયો છે. જાડેજાને રોકનારાં પોલીસને તેમણે તતડાવતાં પોલીસની હાલત બગડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓએ આ મામલો શાંત પાડ્યો હતો.
રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્નિ માસ્ક પહેર્યાં વિના નિકળ્યાં ને પોલીસે રોકતાં શું કર્યું? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2020 11:14 AM (IST)
રાજકોટમાં માસ્ક પહેર્યા વિના નિકળેલાં રીવાબા જાડેજાએ તેમને રોકનાર પોલીસ સાથે ચોંકાવનારી ઘટના બની છે. રીવાબા જાહેરમાં માસ્ક વિના ઘર બહાર નિકળતાં પોલીસે તેમને રોક્યા હતાં
- - - - - - - - - Advertisement - - - - - - - - -