Rajkot News: રાજકોટ ઢોર પકડ પાર્ટી અને પશુ માલિક વચ્ચે ઝપાઝપીનો વીડિયો વાયરલ થયો છે. ગાયત્રી નગરમાં કેટલીક મહિલાઓએ ઝપાઝપી કરી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે ગાયત્રી નગર વિસ્તારમાં આ ઘટના બની જ્યારે મનપાની ઢોર પકડ પાર્ટી ગાયત્રી નગર વિસ્તારમાં ઢોર પકડવા માટે પહોંચી હતી. ઢોર પકડ પાર્ટી પહોંચે તે પહેલા જ પશુ માલિકો દ્વારા પશુને ઘરમાં પુરવાનો પ્રયત્ન કરાયો હતો. એ સમયે પશુઓને પકડતા કેટલીક મહિલાઓએ માથાકૂટ કરી હતી. મામલો ઉગ્ર બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
ઢોર પકડ પાર્ટી પર હુમલા અને ઘર્ષણના બનાવ
તારીખઃ 7 ઓક્ટોબર 2023
સ્થળઃ અમદાવાદ
લાંભામાં ઢોર પકડવા આવવું નહીં તેમ
કહી ઢોર પાર્ટી પર હુમલો,2 સામે ફરિયાદ
તારીખઃ 5 ઓક્ટોબર 2023
સ્થળઃ રાજકોટ
ગાંધીગ્રામમાં ઢોર પકડવા ગયેલી પાર્ટી
પર 20થી વધુ લોકોનો હુમલો, પાંચ કર્મી ઈજાગ્રસ્ત
તારીખઃ 22 સપ્ટેમ્બર 2023
સ્થળઃ અમદાવાદ
વાડજમાં ઢોર પકડ પાર્ટી અને ઢોર માલિકો
વચ્ચે ઘર્ષણ,વૃદ્ધ ઢોર માલિકનું ઘર્ષણમાં મોત
તારીખઃ 31 ઓગષ્ટ 2023
સ્થળઃ રાજકોટ
વાણિયાવાડીમાં ઢોર પકડવા જતા ઢોર માલિકોએ
ઘર્ષણ કરી 34 પશુઓને છોડાવી ગયા
તારીખઃ 27 જૂન 2023
સ્થળઃ રાજકોટ
દૂધસાગર રોડ પર ઢોર પકડ પાર્ટી અને
સ્થાનિકો સામસામે આવ્યા
તારીખઃ 13 મે 2023
સ્થળઃ રાજકોટ
ગાંધીગ્રામના ભારતીનગર શેરી નં 1માં
કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
તારીખઃ 6મે 2023
સ્થળઃ રાજકોટ
ગાંધીગ્રામના ભોનેશ્વર જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં
ઢોર પકડવા જતા ઈંસ્પેકટર સાથે કરાઈ ઝપાઝપી
તારીખઃ 21 જાન્યુઆરી 2023
સ્થળઃ રાજકોટ
જામનગર રોડ પર ઢોર પકડ પાર્ટી અને SRP
જવાનને ઢોર માલિકોએ ગાળો ભાંડતા ઘર્ષણ
રખડતા ઢોરને કારણે મોત
રાજ્યમાં રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે, આ સીલસીલો હજુ પણ યથાવત છે. ભાવનગર શહેરમાં રખડતા ઢોરે અનેકનો ભોગ લીધો છે. છતા પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. આજે ફરી ભાવનગરમાં રખડતા ઢોરના કારણે વધુ એક નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો છે.
જયેશ જેઠવા નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન ઘોઘા સર્કલ પાસે ઢોર આડું ઉતરતા બાઈક સ્લીપ મારી હતી. જે બાદ યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવાની લાંબી સારવાર બાદ આજે હોસ્પિટલમાં દમ તોડ્યો છે. મૃતક યુવાન અકવાડા ગામે રહે છે. આ બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો ભાવનગરમાં હજી પણ કેટલા નિર્દોષ લોકોના જીવ રખડતા ઢોરના કારણે જશે તે કહેવું મુશ્કેલ છે.